શાળાના શિક્ષકોને કોચિંગ કલાસ ચલાવવા પર પ્રતિબંધ લાગશે

Tuesday 25th August 2026 16:19 EDT
 

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી ટ્યૂશન અને કોચિંગ ક્લાસની પ્રવૃત્તિને નિયમન હેઠળ લાવવા રાજ્ય સરકાર કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર આવતા વિધાનસભા સત્રમાં આ માટે વિધેયક લાવશે. પ્રસ્તાવિત કાયદામાં વિદ્યાર્થીઓનાં હિત, કોચિંગ ફી, સુવિધા અને શિક્ષકોની લાયકાત માટે નિયમો નક્કી કરાશે. ખાસ કરીને શાળામાં ભણાવતા શિક્ષકોને ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવા પર રોક લગાવવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.


    comments powered by Disqus